મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, પોલીસ પર અત્યાચારના લગાવ્યાં આરોપ
મહિલાઓના કપડા ફાટી ગયા હોય તેવા દ્રશ્યો આવ્યાં સામે
ગાંધીનગરઃ પાટનગર આંદોલનનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. આરોગ્યકર્મીઓ બાદ શિક્ષકો પણ કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આજે વ્યાયામ શિક્ષકો વિધાનસભાના ગેટ પાસે ભેગા થયા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને કેટલાક આંદોલન કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જ્યાં મહિલા ઉમેદવારો રડી પડ્યાં હતા અને પોલીસ પર અત્યાચારના આરોપ લગાવ્યાં હતા.
છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી ન થતાં સીપીએડ, બીપીએડ અને એમપીએડ થયેલા વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોએ આંદોલન કર્યું છે. સરકાર દ્વારા ખેલ સહાયકની 11 માસના કરારની યોજના દાખલ કરવામાં આવતાં ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને કાયમી ભરતીની માંગ કરી હતી.
મોટી સંખ્યામાં ઉમેદવારો વિધાનસભાના ગેટ નંબર એક ખાતે ભેગા થયા હતા. ઉમેદવારોની માંગ છે કે કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે.જોકે, તેઓ વિધાનસભાના ગેટ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે આ લોકોની અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસે પણ ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
ગુજરાતમાં હવે ભાડા પટ્ટાની જમીન કાયમી થશે, મહેસૂલ વિભાગે જાહેર કર્યો નવો ઠરાવ- Gujarat Post | 2025-04-22 14:23:18
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
મુસ્લિમોના અત્યાચારો ભૂલવાના નથી, સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન | 2025-03-30 18:42:36
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49