નવી દિલ્હીઃ ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ અને દમદાર લુકના કારણે ટાટાની અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં બાજી મારી લે છે. ટાટાની આ શાનદાર કાર ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થઇ છે. હવે કંપની Tata Altrozના ટર્બો પેટ્રોલ વર્ઝનને લાવવાની તૈયારી કરી રહી છે.
ટાટા અલ્ટ્રૉઝની ખાસિયત
હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં ટાટાની કારોની ડિમાંડ વધી છે. ખાસ કરીને ટાટા અલ્ટ્રૉઝ અને એન્ટ્રી લેવલની કાર ટાટા ટિયાગોના વેચાણમાં ભારે વધારો થયો છે. કારણ કે કોરોના સંકટ દરમિયાન નાની કારોની માંગ વધી છે. થોડાક જ મહિનામાં અલ્ટ્રૉઝ કંપનીની ત્રીજી સૌથી વધુ વેચાતી કાર બની ગઇ છે.
ટાટા અલ્ટ્રૉઝ ટર્બો પેટ્રોલ વર્ઝનને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. કંપની ફેસ્ટિવ સીઝન દરમિયાન તેને ભારતીય બજારમાં ઉતારી શકે છે. ટાટા અલ્ટ્રૉઝના ટર્બો વેરિએન્ટમા 1.2 લીટર 3 સિલિન્ડર ટર્બોચાર્ઝડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 108bhp પાવર અને 140Nm ટોર્ક જનરેટ કરે છે.
નવી ટાટા અલ્ટ્રૉઝ ડ્યૂઅલ ક્લચ ઑટોમેટિક ગિયરબોક્સની સાથે લોન્ચ થઇ શકે છે. ટર્બો પેટ્રોલ એન્જીન ધરાવતી અલ્ટ્રૉઝને જીનિવા મોટર શોમાં દર્શાવવામાં આવી હતી. બજારમાં હાલ Tata Altrozની શરૂઆતી કિંમત (એક્સ-શો રૂમ) 5.29 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત 7.74 લાખ રૂપિયા છે. ઓગસ્ટમાં Altrozના 4,941 યૂનિટ્સ વેચાયા હતા.
એન્જિન
ભારતીય બજારમાં ટાટા અલ્ટ્રૉઝ પેટ્રોલ અને ડીઝલ એમ બે ઓપ્શનમાં ઉપલબ્ધ છે. બન્ને વેરિએન્ટ બીએસ 6થી કમ્પ્લાયન્ટથી સજજ છે. એક 1.2 લીટર પેટ્રોલ એન્જિન, જ્યારે બીજું નેક્સોનવાળુ 1.5 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. બન્ને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવ્યું છે.પેટ્રોલ એન્જિન 86 bhpનો પાવર અને 113 Nm ટૉર્ક ડીઝલ એન્જિન 90 bhpનો પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલમાં તે 19 અને ડીઝલમાં 25 કિમીની એવરેજ આપવાનો દાવો કરે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03