Fri,19 April 2024,11:51 pm
Print
header

નવા વાઇરસનો ખતરો, કેરળ બાદ આ રાજ્યમાં પણ નિપાહ વાયરસનો કેસ નોંધાતા હડકંપ

કેરળઃ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે હવે નિપાહ વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો છે. જેને કારણે અહીના લોકોમાં ભયનો માહોલ છે. ગતરોજ કેરળમાં એક નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો. આજે તમિલનાડુના કોઈમ્બતૂરમાં પણ નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.

કેરળમાં નિપાહ વાયરસને કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું, જિલ્લા અધિકારી ડૉ જીએસ સીમરને કહ્યું કે જિલ્લામાં એક નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વાયરસની પુષ્ટિ બાદ અહીયા સ્વાસ્થ્ય વિભાગ ફરી દોડતુ થઈ ગયું છે.વાયરસને રોકવા માટે તેમણે બધી જ સાવધાનીઓ રાખી છે. કહ્યું કે જે પણ વધારે તાવ વાળા દર્દીઓ છે. તે દરેક દર્દીઓના ટેસ્ટ કરવામાં આવશે.

કેરળમાં અત્યારે કોરોનાને કારણે સૌથી ખરાબ હાલત છે વધુમાં ત્યા નિપાહ વાયરસે દસ્તક આપી છે. જેને કારણે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કેન્દ્ર સરકારની એક ટીમ પણ કેરળમાં પહોચી હતી. જ્યા તેમણે નિપાહ વાયરસથી મૃત્યું પામેલા બાળકના પરિવાર સાથે મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે કહ્યું છે કે નિપાહ વાયરસને કારણે જે બાળકનું મોત થયું તેને લઈને ઘણું દુખ છે. બાળકની હાલત પહેલાથી જ ઘણી નાજુક હતી. મૃત્યુ બાદ જ્યારે તેના સેમ્પલ લેવાયા તો તેમા સામે આવ્યું કે બાળકનું મોત નિપાહ વાયરસને કારણે થયું છે. બાળકના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch