Mon,06 December 2021,8:46 am
Print
header

કાબૂલમાં વિદેશી હથિયારો સાથે તાલિબાને કર્યું શક્તિ પ્રદર્શન, લડાકુ હેલિકોપ્ટર પણ જોવા મળ્યાં

કાબૂલઃ તાલિબાને પોતાની તાકાત બતાવવા માટે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં લશ્કરી પરેડનું આયોજન કર્યું હતું. જેમાં યુએસમાં બનેલા વાહનો અને રશિયન હેલિકોપ્ટરો સાથે તેઓ દેખાયા હતા. તાલિબાન બે દાયકાથી અફઘાનિસ્તાનની પશ્ચિમી સમર્થિત સરકાર વિરુદ્ધ હતા.હવે તેમની પાસે પૂરી સત્તા આવી ગઇ છે.તેમણે અનેક ઘાતક હુમલાઓ કર્યા છે અને દેશમાં પણ લોકોની હત્યાઓ કરી નાખી છે.

તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતોલ્લાહ ખાવરઝામીએ જણાવ્યું કે, ”પરેડનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે 250 નવા લડવૈયાઓએ લશ્કરી તાલીમ પૂર્ણ કરી છે. આ પરેડમાં ડઝન જેટલા યુએસ નિર્મિત M-117 બખ્તરબંધ સુરક્ષા વાહનો સામેલ થયા હતા આ સિવાય પરેડમાં MI-17 હેલિકોપ્ટર પણ ઉડતા જોવા મળ્યાં હતા. ઘણા સૈનિકો પાસે અમેરિકામાં બનેલી M-4 એસોલ્ટ રાઈફલ્સ હતી.વિદેશી સૈનિકો 20 વર્ષના યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાં ઘણા હથિયારો છોડી ગયા હતા. જેના પર તાલિબાને કબ્જો કર્યો છે. પરેડમાં આ હથિયારો દર્શાવીને તાલિબાને શક્તિ પ્રદર્શન કર્યું છે.

તાલિબાનના અધિકારીઓનું કહેવું છે કે, અફઘાન સેનાના ભૂતપૂર્વ પાઇલટ્સ અને અન્ય નિષ્ણાતોને ભેગા કરીને હવે તે નવી સેનાની રચના કરશે. તાલિબાન લડવૈયાઓ જે હથિયારોનો ઉપયોગ કરી રહ્યાં છે તે યુએસ સમર્થિત સરકારો દ્વારા અફઘાન સુરક્ષા દળોને આપવામાં આવ્યાં હતા.જેથી તેઓ તાલિબાન સામે લડી શકે. પરંતુ 15 ઓગસ્ટે તાલિબાને દેશ પર કબ્જો કરી લેતા અફઘાનના સૈનિકો દેશ છોડીને જતા રહ્યાં છે, જેથી હવે આ હથિયારો તાલિબાનના હાથમાં આવી ગયા છે જે વિશ્વ માટે પણ ખતરો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch