તાઈવાનઃતાઈવાને પણ હઠીલા ચીનના દરેક હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાને ચીનના હુમલાથી પોતાને બચાવવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે. તાઈવાનની આઠમી આર્મી કોર્પ્સના પ્રવક્તા લુ વોઈ-જેએ પુષ્ટિ કરી કે પિંગટુંગની દક્ષિણી કાઉન્ટીમાં તોપખાના અને હથિયારોના દાવપેચ શરૂ થઈ ગયા છે.
ચીને સોમવારે તાઈવાનના સમુદ્ર અને હવાઈ ક્ષેત્રમાં નવા દાવપેચની જાહેરાત કર્યાં બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ભૂતકાળમાં શરૂ થયેલી કવાયત પણ ચાલુ રાખવામાં આવી હતી,જે 7 ઓગસ્ટે પૂરી થવાની હતી.ચીની સૈન્યના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું કે તે તાઈવાન ટાપુ પર તેની કવાયત ચાલુ રાખશે અને સબમરીન વિરોધી કામગીરી અને હવાઈ હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અગાઉ આ કવાયત 4 થી 7 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. ચીનની આ જાહેરાત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની ગયા અઠવાડિયે તાઈપેઈની મુલાકાત તેના અત્યાર સુધીની સૌથી મોટી કવાયતની નિર્ધારિત ફાઈનલ હતી તેના એક દિવસ પછી આવી છે. ચીન તેની નવી કવાયત ક્યાં હાથ ધરશે અને તે કેટલા દિવસો સુધી ચાલશે, તે અંગે હજુ સચોટ માહિતી નથી.
ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વુ કિઆને ફરી એકવાર પોતાનો રોષ વ્યક્ત છે. વુએ કહ્યું કે તાઇવાન સ્ટ્રેટમાં હાલની તંગ પરિસ્થિતિ સંપૂર્ણપણે યુએસ પક્ષ દ્વારા ઉશ્કેરવામાં આવી છે અને બનાવવામાં આવી છે. યુએસ પક્ષે આની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે, અને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29