નેન્સી પેલોસીની તાઇવાન મુલાકાતથી ચીનના પેટમાં રેડાયું તેલ
તાઇવાનઃ યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે. અમેરિકી પ્રતિનિધિસભાના સ્પિકર નેન્સી પેલોસીએ બુધવારે કહ્યું કે, તેમનું પ્રતિનિધિમંડળ આ વિસ્તારની શાંતિ માટે તાઈવાન આવ્યાં છે. પેલોસીની આ યાત્રાથી ચીન ભડકેલું છે અને હવે રાજદ્વારી હલચલ પણ જોવા મળી રહી છે. ચીનની સતત ધમકીઓ છતાં પણ પેલોસી મંગળવારે મોડી રાતે તાઈવાનમાં ઉતર્યાં હતા. તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનનારા ચીને કહ્યું હતું કે, જો પેલોસી તાઈવાનની યાત્રા કરશે તો, તેને ચીન ઉશ્કેરણી તરીકે જોશે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનતું આવ્યું છે અને કહે છે કે, તે ચીનમાં ભેળવી દેશે.
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને કહ્યું કે અમે તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. તાઈવાન મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવા માટે પ્રાદેશિક સુરક્ષામાં એક મુખ્ય સ્થિર શક્તિ બની શકે છે. અમે લોકતાંત્રિક મૂલ્યોના રક્ષણ માટે વિશ્વભરના તમામ લોકશાહી દેશો સાથે સહકાર અને એકતામાં કામ કરવા ઈચ્છીએ છીએ.
બીજી તરફ કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે. કોંગ્રેસના સાંસદ તિવારીએ કહ્યું કે સ્પીકર બિરલાએ સંસદીય પ્રતિનિધિમંડળને પણ તાઈવાન લઈ જવું જોઈએ. તિવારીએ યુએસ પ્રમુખ જો બાઈડેનના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે યુએસ સંસદને સરકારની શાખા તરીકે દર્શાવી હતી. મતલબ કે સંસદીય દળના પ્રવાસ પર સરકારનું બહુ નિયંત્રણ નથી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
દેશને વધુ એક ગોલ્ડ, પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત્યો ગોલ્ડ મેડ- Gujaratpost
2022-08-08 18:32:23
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34
અમેરિકાના એક મોલમાં ગોળીબાર, આરોપી ફરાર – Gujarat Post
2022-08-05 10:48:53
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53
રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ, પીએસઆઈ ઘાયલ –Gujarat Post
2022-08-03 10:00:35
ગુજરાતીઓને ગેરંટી, AAP ના અરવિંદ કેજરીવાલે કરી પાંચ મોટી જાહેરાત -Gujaratpost
2022-08-02 17:05:28
દારૂબંધીના કાયદાના ફરી ધજાગરા ઉડ્યાં, રાજકોટમાં ઓફિસ પાર્ટીનો વીડિયો થયો વાયરલ– Gujarat Post
2022-07-29 10:39:55