Fri,19 April 2024,5:07 pm
Print
header

તાઇવાન વિવાદ, ચીને જાપાન પાસે છોડી બેલેસ્ટિક મિસાઇલ, જાપાને કર્યો વિરોધ – Gujarat Post

જાપાને તેના આર્થિક ઝોનમાં મિસાઇલ પડવાનો કર્યો વિરોધ 

બેઇજિંગઃ તાઇવાનને ઘેરીને ચીન દ્વારા શરૂ કરવામાં આવેલી સૈન્ય કવાયતથી આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. ચીનના યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોએ તાઇવાનના વિવિધ જળ વિસ્તારોમાં ઓછામાં ઓછી 11 ડોંગફેંગ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી અને ગોળીબાર કર્યો હતો. મિસાઇલ જાપાનના વિસ્તારમાં પડતા જાપાને ચીનનો વિરોધ કર્યો છે. તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં પણ 22 ફાઇટર જેટ ઘૂસ્યા હતા. તાઇવાને કહ્યું છે કે તે ચીનની સૈન્ય કવાયત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તે સંઘર્ષને ઉશ્કેરશે નહીં, પરંતુ મક્કમતાથી તેની સાર્વભૌમત્વની રક્ષા કરશે. તેણે સૈન્ય અભ્યાસને ગેરકાયદેસર, બેજવાબદાર અને સંયુક્ત રાષ્ટ્રના નિયમોની વિરુદ્ધ ગણાવ્યો છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી રોયટર્સે આપી છે.

અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર અને ડેમોક્રેટિક ધારાશાસ્ત્રી નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાતથી ચીન ઉશ્કેરાયું છે. છેલ્લા લગભગ અઢી દાયકામાં તાઇવાનની મુલાકાતે આવેલા પેલોસી અમેરિકાના સૌથી મોટા નેતા રહ્યાં છે. ચીન તાઇવાનને પોતાનો પ્રદેશ ગણાવે છે અને ત્યાં અન્ય દેશોના નેતાઓની મુલાકાતનો વિરોધ કરે છે.

પેલોસી એક દિવસના પ્રવાસ બાદ બુધવારે તાઈવાનથી રવાના થયા હતા. તેના કલાકો બાદ ગુરુવારે વહેલી સવારે ચીને તાઇવાન સામુદ્રમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરી. તાઇવાનના ઉત્તર, દક્ષિણ અને પૂર્વના પાણીમાં સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે. ચીનના યુદ્ધ જહાજો અને લડાકુ વિમાનો તાઇવાનના દરિયાકિનારાથી માત્ર 20 કિલોમીટર દૂર ચક્કર લગાવી રહ્યા છે. સૈન્ય કવાયતમાં ઓછામાં ઓછા 10 યુદ્ધ જહાજો અને 100 લડાકુ વિમાનો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે તાઇવાનના પૂર્વ કિનારે અનેક પરંપરાગત મિસાઇલો છોડવામાં આવી છે. આ સૈન્ય અભ્યાસ રવિવાર સુધી તાઇવાનની આસપાસના છ જુદા જુદા સ્થળોએ ચાલુ રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch