Sat,20 April 2024,2:30 am
Print
header

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના લેખકે કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ

મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ (Abhishek Makwana)  આત્મહત્યા કરી લીધી છે, જેની એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યાં હતા. પોલીસ દ્વારા સામે આવી રહેલી જાણકારી મુજબ અભિષેકે આત્મહત્યા પહેલા એક આત્મહત્યા નોટ પણ લખી છે જેમાં તેમણે ‘આર્થિક પરેશાનીઓ’નો ઉલ્લેખ કર્યો છે.

અભિષેકના પરિવારનો આરોપ છે કે તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો અને તેને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યો હતો. મુંબઈ મિરરના અહેવાલ મુજબ, અભિષેકના પરીવારના સભ્યો અને તેમના દોસ્તોનો આરોપ છે કે તેમના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યાં છે કે તેમના પૈસા પરત કરી દો કારણ કે અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.

અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યાર બાદ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેકના ઇ-મેઇલ્સથી ફાઇનાન્સિયલ ફ્રોડની વાત સામે આવી છે. આ ઉપરાંત પોલીસના જણાવ્યા અનુસાર અભિષેકની સ્યૂસાઇડ નોટમાં આર્થિક છેતરપિંડીની વાત સામે આવી છે, જે તેઓ ઘણા મહિનાથી સહન કરી રહ્યાં હતા. પરંતુ અભિષેકે આ બાબતે કોઈને કંઈ લખ્યું નહીં. જો કે આ મામલે હજુ સુઘી વધુ સ્પષ્ટતા સામે આવી નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch