Thu,18 April 2024,10:39 am
Print
header

અભિનેતા સલમાન ખાને સોનાક્ષી સિન્હા સાથે લગ્ન કરી લીધાની ચર્ચા, જાણો વાયરલ ફોટોનું સત્ય- Gujarat post

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ઘણો લોકપ્રિય છે પરંતુ તેણે હજુ લગ્ન કર્યા નથી સલમાનના ફેન્સ હંમેશા તેના લગ્નની ચર્ચા કરે છે. જો કે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે, પરંતુ તે હંમેશા પોતાને સિંગલ કહે છે.અગાઉ સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની એક તસવીર વાઈરલ થઈ ગઈ હતી, તે જોઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે બંનેએ લગ્ન કરી લીધા છે.

તસવીર વાયરલ થયા બાદ સલમાનના ફેન્સ પણ આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તસવીરમાં સલમાન ખાન દુલ્હનના ડ્રેસમાં ઉભેલી સોનાક્ષી સિન્હાને વીંટી પહેરાવતો જોવા મળે છે. જો કે આ વાયરલ તસવીરનું સત્ય અલગ છે.તસવીરને ધ્યાનથી જોતા ખબર પડે છે કે આ ફોટો ફોટોશોપ પર એડિટ કરવામાં આવ્યો છે. તેથી, સલમાન ખાન અને સોનાક્ષીના લગ્નના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

સલમાન ખાન પોતાની જાતને સિંગલ ગણાવતો રહ્યો છે પરંતુ તે ઘણીવાર તેની મિત્ર યુલિયા વંતુર સાથે જોવા મળે છે. આથી એવી અટકળો ચાલી રહી છે કે સલમાન અને યૂલિયા રિલેશનશિપમાં છે.

સોનાક્ષીનું નામ ઝહીર ઇકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ સોનાક્ષીએ ઝહીર સાથેના સંબંધોને નકારી કાઢ્યા છે. દબંગ ગર્લે તેના એક ઈન્ટરવ્યૂંમાં જણાવ્યું કે તે ઝહીર સાથે રિલેશનશિપમાં નથી. ઝહીર માત્ર તેનો સારો મિત્ર છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch