Tue,23 April 2024,1:58 pm
Print
header

મંત્રીઓની ધરપકડને લઈને TMC કાર્યકર્તાઓનો હંગામો, CBI કાર્યાલય પર પથ્થરમારો

કોલકત્તાઃ મમતાની તૃણમૂલ સરકારના બે મંત્રીઓ સહિત 4 નેતાઓની CBIએ કરેલી ધરપકડે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ધરપકડને ભાજપ પ્રાયોજિત ગણાવી ટીએમસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે.એટલું જ નહીં, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સોમવારે બપોરે CBI ઓફિસની બહાર ગયા હતા અને વિરોધમાં પથ્થરમારો પણ કર્યો હતો. CBI ઓફિસનો મુખ્ય દરવાજો તોફાનોને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સીબીઆઈ ઓફિસની અંદર અને મુખ્ય દરવાજાની બહાર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યાં છે.

CBI એ નારદા સ્ટિંગ કેસમાં પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાનો ફિરહાદ હાકીમ, સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાની ધરપકડ કરી છે. આ ધરપકડના વિરોધમાં ખુદ સીએમ મમતા બેનર્જી સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા હતા સોમવારે સવારે CBIએ આ નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા અને CBI ઓફિસે લાવ્યાં હતા. કોલકાતાના પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થા અંગે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.

રાજયપાલ જગદીપ ધનખરે ટ્વીટ કર્યું કે, ‘બગડતી કાયદા વ્યવસ્થાથી પરિસ્થિતિથી હું ચિંતિત છું. મમતા બેનર્જી સાથે વાત કરી બંધારણીય નિયમો અને કાયદાનું પાલન કરવાની માંગ કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે તમામ પગલા ભરવા જોઈએ. દુર્ભાગ્યપૂર્ણ રીતે સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને પરિસ્થિતિ બગડવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch