મમતા બેનર્જીએ પાર્થ ચેર્જીના ફોન ન ઉપાડ્યાં હોવાના અહેવાલ
કોલકત્તાઃ SSC કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા TMC નેતા અને મમતા સરકારના મંત્રી પાર્થ ચેટર્જીને એર એમ્બ્યુલન્સ દ્વારા AIIMSમાં લઈ જવામાં આવ્યાં હતા ત્યારે લોકો હોસ્પિટલની બહાર 'ચોર-ચોર' ના નારા લગાવવા લાગ્યા. પાર્થ ચેટર્જી અને તેની સહાયક અર્પિતા મુખર્જીની ED દ્વારા શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. TMC નેતાએ બે દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યાં પછી તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. આ પછી તેમને SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
કૂતરાઓ માટે અલગ ફ્લેટ
EDએ કોલકત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને ઘણી માહિતી આપી છે અને કોર્ટે બે દિવસની કસ્ટડી આપી હતી. જો કે બાદમાં હાઈકોર્ટે પાર્થ ચેટર્જીને એઈમ્સમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. પાર્થ ચેટર્જીની ધરપકડ બાદથી EDએ તેની અપ્રમાણસર સંપત્તિના અનેક કેસોનો પર્દાફાશ કર્યો છે. ડાયમંડ સિટીમાં તેના ત્રણ ફ્લેટ છે. તેના પાલતુ કૂતરાઓ માટે અહીં એક ફર્નિશ્ડ ફ્લેટ હતો. કહેવાય છે કે તેને કૂતરા બહુ ગમે છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ તેના નજીકના સાથી અર્પિત મુખર્જીના ઘરેથી 21 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ સિવાય તેના ઘરેથી 1 કરોડ રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યાં હતા.
પાર્થની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો ટીએમસી સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યાં છે. આ દરમિયાન, એવો દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ બાદ પાર્થે ઓછામાં ઓછા ચાર વખત મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નથી, ટીએમસીએ કહ્યું છે કે જો તપાસમાં દોષિત ઠરશે તો ટીએમસી પાર્થ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53