Sat,14 March 2026,2:26 am
Print
header

T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું

  • Published By dilip patel
  • 2026-02-17 18:12:46
  • /
  • ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ મેચ વરસાદના કારણે રદ થઈ
  • બંને ટીમોને એક એક પોઈન્ટ

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર થયો. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે ટી-20 વિશ્વ કપમાં ગ્રુપ-બીનો મુકાબલો વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. જેનો ફાયદો ઝિમ્બાબ્વેને થયો હતો અને તે સુપર-8 સ્ટેજમાં પહોંચી હતી. બીજી તરફ, 2021ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સફર ગ્રુપ સ્ટેજમાં જ અટકી ગઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

પલ્લેકેલેમાં વરસાદના કારણે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને અંતે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રુપ-બીમાંથી શ્રીલંકાની ટીમ અગાઉ જ સુપર-8માં પહોંચી ચૂકી છે અને હવે ઝિમ્બાબ્વે આ ગ્રુપમાંથી ક્વોલિફાય થનારી બીજી ટીમ બની છે.

મેચ રદ થવાથી મળેલો 1 પોઈન્ટ ઉમેરતા તેના 3 મેચમાં કુલ 5 પોઈન્ટ થયા છે. ઓસ્ટ્રેલિયા જો તેની છેલ્લી મેચ જીતી જાય તો પણ તેના મહત્તમ 4 પોઈન્ટ જ થશે, જેના કારણે કાંગારૂ ટીમ બહાર થઈ ગઈ છે. આ સિવાય આયર્લેન્ડ અને ઓમાન પણ રેસમાંથી બહાર થઈ ગયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch