Thu,25 April 2024,12:27 pm
Print
header

આ કિસ્સો જાણી લેજો... લગ્નમાં વીડિયોગ્રાફીમાં ફિલ્મી ગીતો લેતા પહેલા વિચારજો

ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા લગ્નની વીડિયોગ્રાફી કરતા વેપારીને ત્યાં દરોડા

અમદાવાદઃ સોશિયલ મીડિયા (Social media) અને ઇન્ટરનેટને કારણે ફિલ્મી ગીતો (filmy songs) અને આલ્બમ આસાનીથી સાંભળી શકાય છે. લગ્નના આલ્બમમાં પરવાનગી વિના ફિલ્મી ગીતોનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. જેથી લગ્નનું આલ્બમ બનાવનાર વીડિયોગ્રાફર અને પ્રોફેશન સાથે સંકળાયેલા લોકોએ આલ્બમમાં ફિલ્મી ગીતો મુકતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ, નહીંતર પોલીસ કોપીરાઇટ(copy right act) એક્ટ હેઠળ કેસ દાખલ કરી શકે છે. ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમના સીએફસી સેલ દ્વારા સેક્ટર 29 ઘ-6 સર્કલ પાસે આવેલા પદમાત કોમ્પલેક્સમાં આવેલી વીડિયાગ્રાફીની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યાં છે, ટી સીરીઝ (સુપર કેસેટ ઇન્ડન્ટ્રીઝ )ની પરવાનગી વિના લગ્નના આલ્બમમાં કબીરસીંગનું એક મિનિટ અને પદમાવતનું 40 સેકન્ડ સુધીનું ગીત મુકી કોપી રાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધ્યો છે.

ટી સીરીઝના આશિષ ભટ્ટની ફરિયાદને આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસે સેક્ટર 29માં રહેતા નદીમ શેખ નામની વ્યક્તિની ધરપકડ કરીને કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. કોઇ પણ મ્યુઝિક કંપની કરોડો રુપિયા ચુકવીને એ મ્યુઝિકના હક્કોની ખરીદતી હોય છે, માટે કંપનીના હકમાં આવતા મ્યુઝિકનો ઉપયોગ ગેરકાયદેસર (illigal)રીતે કરવો તે ગુનો બને છે. જો કે જરુરી લાયસન્સ લઇને મ્યુઝિકનો ઉપયોગ કરી શકાય છે. આગામી દિવસોમાં  હજુ પણ આ પ્રકારની દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. તેમ મ્યુઝિક કંપનીના કર્મચારીએ જણાવ્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch