Fri,26 April 2024,4:08 am
Print
header

ભાજપે પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીને બનાવ્યાં વિપક્ષના નેતા, ચૂંટણીમાં મમતા બેનર્જીને આપી હતી મ્હાત

કોલકત્તા: ભારતીય જનતા પાર્ટીએ શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં  વિરોધપક્ષના નેતા  બનાવ્યાં છે. આ પહેલા શુભેન્દુ અધિકારી ઉપરાંત બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ અને મુકુંદ રોયના નામની પણ વિપક્ષ નેતા તરીકે ચર્ચા ચાલી રહી હતી. જો કે હવે નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવનારા શુભેન્દુ અધિકારીને નેતા વિપક્ષ બનાવાયા છે.

ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા પર બિરાજમાન થઈ ગયા છે. મમતા બેનર્જીની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ સોમવારે શપથ ગ્રહણ કર્યાં હતા. આ તરફ બંગાળના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ભાજપ 3 બેઠકોથી વધીને 77 બેઠકો સુધી પહોંચ્યું છે મુખ્ય વિપક્ષી દળ બન્યું છે.

નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને માત આપનારા શુભેન્દુ અધિકારીનું રાજકીય કદ ખૂબ જ વધી ગયું છે. અધિકારીના વ્યક્તિત્વ અને નેતૃત્વની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે પાર્ટીના એક જૂથનું એવું માનવું છે કે, ભારે વિજય સાથે સત્તામાં પરત આવેલી ટીએમસી સામે લડવા શુભેન્દુ અધિકારી સક્ષમ રહેશે પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં ભાજપને ભવ્ય વિજય નથી અપાવી શક્યા જેની પાર્ટીને આશા હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch