મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેના મેનેજર તરીકે કામ કરતી દિશા સાલિયાન મોતનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશને અનુસરીને સીબીઆઈએ દિશા સાલિયાન મૃત્યુ કેસમાં એફઆઈઆર નોંધી હતી. જો કે, આ એફઆઈઆરમાં કોઈનું નામ આરોપી તરીકે નથી. હવે, આ મામલો પ્રકાશમાં આવ્યાં પછી, બિહારના ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી નીરજ સિંહ બબલુએ એક દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી અને દિશા સાલિયાના મોતના તાર આ કેસ સાથે જ જોડાયેલા છે.
ભાજપના નેતાએ શું કહ્યું?
ભાજપના નેતા નીરજ સિંહ બબલુએ કહ્યું, જ્યારથી સુશાંત સિંહ રાજપૂતની હત્યાનો કેસ ચાલી રહ્યો છે, ત્યારથી અમે સતત કહી રહ્યાં છીએ કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. દિશા સાલિયનની હત્યા તેની સાથે જોડાયેલી હતી. જો દિશા સાલિયાનનો કેસ ત્યારે ઉકેલાઈ ગયો હોત, તો તે સમયે સુશાંતના હત્યારાની ઓળખ થઈ ગઈ હોત. જો કે, તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકાર, જે અમારી વિરુદ્ધ હતી, આ મામલાને દબાવી દીધો હતો. ત્યાર બાદ થયેલી હત્યાઓને પણ દબાવી દેવામાં આવી.
સુશાંતની હત્યાનું સત્ય પણ બહાર આવશે - ભાજપ નેતા
ભાજપ નેતા નીરજ સિંહ બબલુએ કહ્યું, અમે બિહારમાં પણ સીબીઆઈ તપાસની માંગણી કરતો જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. જોકે, એવું લાગે છે કે સીબીઆઈ ત્યાં વધુ પુરાવા શોધી શકી નથી. પુરાવાનો નાશ કરવાનો અને હકીકતો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે દિશા સલિયનના પિતા પણ આઘાતમાં હતા. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા પછી અને ભાજપ સત્તામાં આવ્યા પછી, તેમને લાગ્યું કે તેમને રક્ષણ મળી શકે છે. ત્યાર બાદ તેમણે કોર્ટનો સંપર્ક કર્યો. એક વાર હત્યારાઓને જેલમાં ધકેલી દેવામાં આવે અને દિશા સલિયનના હત્યારાઓ પકડાઈ જાય, પછી સુશાંતની હત્યાનું સત્ય પણ સામે આવશે. આપણે જાણીશું કે કોણ સામેલ હતું, કયા શક્તિશાળી લોકો સામેલ હતા અને હત્યા પાછળનો હેતુ શું હતો. બધું જ બહાર આવશે. આ સમગ્ર ઘટનાએ માત્ર અમને જ નહીં, પરંતુ સુશાંતના પરિવાર, બિહારના લોકો અને દેશભરના તેમના લાખો ચાહકોને પણ આશા આપી છે કે તેના હત્યારાઓ આખરે પકડાઈ જશે."
એફઆઈઆરમાં કઈ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
દિશા સલિયાન મૃત્યુ કેસમાં સીબીઆઈએ 13 સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધી હતી. આ FIR માં CBI ના ક્રિમિનલ કોન્સ્પિરસી એક્ટ (CIC), ગેંગરેપ, હત્યા, પુરાવાનો નાશ અને ગુનેગારોને બચાવવા માટે સરકારી કર્મચારીઓ દ્વારા ખોટા રેકોર્ડ બનાવવા જેવી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિશા સલિયન (28)નું 8 જૂન, 2020 ના રોજ મુંબઈના મલાડમાં એક બિલ્ડિંગના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેના બરાબર એક અઠવાડિયા પછી, 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેનાથી એવી અટકળો શરૂ થઈ હતી કે બંને કેસ જોડાયેલા છે.
#WATCH | Saharsa, Bihar | BJP leader Neeraj Singh Bablu says, "When Sushant (Singh Rajput) died, when he was murdered, we went to Mumbai. From the moment we learned the details of the story, we have consistently maintained that Sushant was murdered and that the murder of Disha Salian was linked to his. Had the Disha Salian case been solved back then, Sushant’s killer would have been identified at that very time. However, the government in power there, Uddhav Thackeray’s government, which was hostile towards us, kept suppressing the matter... Subsequent murders were also suppressed. Any facts that emerged were buried. We raised a hue and cry in Bihar demanding a CBI inquiry... Yet, it seems the CBI could not find sufficient evidence there. Attempts were made to destroy evidence and conceal facts. At the time, Disha Salian’s father was also in a state of shock. It was only after the government changed, and he realised that with the BJP government in power, he might receive protection, that he appealed to the court... Once the killers are jailed, and certainly, if Disha Salian’s killers are caught, the truth about Sushant’s murder will also come to light. It will reveal who was involved, which powerful figures were implicated, and the motive behind the killing. Everything will be exposed, and this has sparked hope, not just for us, but for Sushant’s family, the people of Bihar, and his millions of fans across the country, that his killer will finally be caught." (15.09)
— ANI (@ANI) September 16, 2026
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11