Thu,21 May 2026,3:37 am
Print
header

લખતર- વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી

  • Published By Panna Patel
  • 2026-04-13 09:12:38
  • /

સુરેન્દ્રનગરઃ લખતર- વિરમગામ હાઈવે પર ટ્રકે 7 પદયાત્રીઓને અડફેટે લેતા તેમના મોત થયા છે. પદયાત્રા કરી રહેલા સંઘને બેફામ સ્પીડમાં આવતા ટ્રકે 7 લોકોને અડફેટે લીધા હતા. મૃતદેહો ખરાબ રીતે વિખેરાયેલા પડ્યાં હતા અને તેમને ભેગા કરવા માટે પાવડાની મદદ લેવી પડી હતી. ઘટનાની જાણ થતાં જ લખતર અને વિરમગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા ગામ નજીક પદયાત્રા જઇ રહેલા સંઘને ટ્રક ચાલકે અડફેટે લેતા 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. રાજકોટ જિલ્લાના ગઢકા ગામેથી ભરવાડ સમાજનો મુંધવા પરિવાર પદયાત્રાએ નીકળ્યો હતો. તેઓ ડેકાવાળા ખાતે આવેલા મહાદેવજીના મંદિરે સંઘ લઈને જઈ રહ્યાં હતા.

હાઈવે પર ભાસ્કરપરા નજીક એક ડમ્પર ઊભું હતું, જેનું ટાયર બદલાવવાનું કામ ચાલું હતું. પદયાત્રીઓ આ ડમ્પરને ક્રોસ કરીને આગળ વધી રહ્યાં હતા, ત્યારે પાછળથી ધસમસતા આવેલા કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં 5 મહિલાઓ અને 2 પુરુષોના મોત નિપજ્યા છે.

6 લોકોના મોત ઘટના સ્થળે જ થયા હતા. જ્યારે ડમ્પરના ક્લીનરનું વિરમગામ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકો મોટાભાગના એક જ પરિવારના હોવાથી ભરવાડ સમાજ અને ગઢકા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch