Sun,16 November 2025,5:58 am
Print
header

કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, હત્યારાએ પગ બાંધીને ટ્રોલીબેગમાં મૃતદેહ ભરી દીધો હતો

  • Published By Panna patel
  • 2025-11-03 10:44:59
  • /

સુરતઃ માંગરોળ તાલુકાના કોસંબા નજીક એક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાએ પગ બાંધીને બે ફૂટની ટ્રોલીબેગમાં મૃતદેહને ભરી દીધો હતો.હાથ પરના ટેટુંથી પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

માંગરોળ તાલુકાના કોસંબા નજીક બેગમાંથી 25 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની હત્યા કરીને મૃતદેહના પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો. 

પોલીસે હાથ પરના ટેટું પરથી તપાસ હાથ ધરી છે. ટેટું પરથી મહિલા પરપ્રાંતિય હોઇ શકે છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છેે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch