સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા સરકારી મેડિકલ કોલેજ કેમ્પસમાં રેગિંગને કારણે જુનિયર મેડિકલ વિધાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર 28 વર્ષીય હર્ષ પંડ્યાએ પોતાના હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. તે મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા. તપાસ બાદ મેડિકલ કોલેજ પ્રશાસને રેગિંગના આરોપસર બીજા વર્ષના 4 રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
રવિવારે સવારે હોસ્ટેલમાં રૂમ નંબર 1004 નો દરવાજો અંદરથી બંધ હતો. હર્ષ પંડ્યાનો સંપર્ક થઈ શક્યો ન હતો, જેના કારણે તેમના સાથી ડોક્ટરો રૂમમાં પહોંચ્યાં હતા. લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતાં સુરક્ષા કર્મચારીઓને બોલાવવામાં આવ્યાં હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશતા, તેઓ પંખા સાથે લટકતા જોવા મળ્યાં હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ, મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી, એન્ટી-રેગિંગ સ્ક્વોડ અને કોલેજ કાઉન્સિલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. મેડિકલ કોલેજ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, લગભગ આઠ કલાક ચાલેલી બેઠક દરમિયાન માઇક્રોબાયોલોજી વિભાગના રેસિડેન્ટ ડોકટરો, ફેકલ્ટી અને અન્ય સ્ટાફ સભ્યોના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસમાં બીજા વર્ષના 4 રેસિડેન્ટ ડોકટરો દ્વારા જુનિયર ડોકટરો પર રેગિંગ અને માનસિક ત્રાસ આપવાના આરોપો બહાર આવ્યા હતા.
ન્યૂ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ વડગામાના જણાવ્યાં અનુસાર, ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દિક્ષિતાબેન ગેવરિયા અને ડો. હીનાબેન ભૂત પર જુનિયર રેસિડેન્ટ ડોકટરો સાથે દુર્વ્યવહાર અને શાબ્દિક દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. જુનિયર ડોકટરોને બે કલાક સુધી એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમને નોકર કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા. ચારેયને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી અને ત્રણ ફેકલ્ટી સભ્યોને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ઘટના પહેલા કેટલાક જુનિયર ડોકટરોએ ફેકલ્ટી સમક્ષ રેગિંગ અંગે ફરિયાદ કરી હતી. હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03