Tue,08 October 2024,8:07 am
Print
header

સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો

સુરતઃ સાયબર ગુનેગારોની હરકતોથી એક યુવકે આપઘાત કરી લીધો હતો. આ મામલે તપાસ કરતી વખતે પોલીસે સગીર સહિત બે લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાનના અલવરમાં રહેતા એક વ્યક્તિની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ બરકત અલી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે પરી તરીકે ઓળખાય છે.

આ પરી અત્યાર સુધી ઘણા લોકોને ફસાવી ચૂકી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવકનો વોટ્સએપ કોલ દ્વારા પરીએ સંપર્ક કર્યો હતો. બંનેએ વાત કરી અને પછી વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ બાદ છોકરાને તેનો એક વીડિયો મળ્યો હતો જેમાં તે ન્યૂડ ચેટિંગ હતુુ,  આ પછી પરીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

જો પૈસા નહીં આપે તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પહેલા તેણે 4500 રૂપિયા લીધા, પછી 3500 રૂપિયા લીધા અને વધુ પૈસા માંગવા માટે સતત ધમકી આપતો હતો. બદનામીના ડરથી યુવકે આખરે 9 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સામાન્ય પરિવારના અને શાંત સ્વભાવના છોકરાની આત્મહત્યા પોલીસ માટે રહસ્ય બની ગઈ હતી.

આખરે પરિવારજનોએ તેનો મોબાઈલ ફોન શોધ્યો તો જાણવા મળ્યું કે વોટ્સએપમાં પરી નામથી પ્રોફાઈલ છે. તે તેની સાથે વાત કરી રહ્યો હતો. ચેટમાં તેના નગ્ન ફોટા અને વિડિયો કૉલ્સ હતા. પૈસા બાબતે બ્લૅકમેઈલ કરવામાં આવતો હતો. પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરીને આ અંગે જાણ કરી હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે તપાસ શરૂ કરી અને પરીની શોધમાં રાજસ્થાનના અલવર પહોંચી હતી.

પાંચ દિવસ સુધી રેકી કરવામાં આવી અને અંતે પરી ઉર્ફે બરકત અલીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સિમકાર્ડ આપનાર સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે. સુરત પોલીસ પણ આવી જાળમાં ફસાયેલા લોકોને બ્લેકમેલિંગનો શિકાર ન બનવા અને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી રહી છે. પોલીસ તેનું નામ ગુપ્ત રાખીને તપાસ કરશે અને તેને આવા બ્લેકમેલર્સથી બચાવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch