Wed,19 February 2025,7:54 pm
Print
header

સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર

સુરતઃ શહેરના હીરાના વેપારી મુકેશ પટેલ અને સ્મિત પટેલની કંપનીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લેબગ્રોન  ડાયમંડની તસવીર તૈયાર કરી છે. લગભગ 60 દિવસની મહેનત બાદ આ તસવીર તૈયાર કરવામાં આવી છે.

60 દિવસની મહેનત બાદ લેબગ્રોન ડાયમંડના માલિક મુકેશ પટેલ અને સ્મિત પટેલની હીરાની ફેક્ટરીમાં કામ કરતા પાંચ કામદારોએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર લેબ ગ્રોન ડાયમંડમાં તૈયાર કરી છે.

લેબ ગ્રોન ડાયમંડમાં તૈયાર કરાયેલા ફોટોનો વીડિયો અને તસવીર પણ સામે આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 10 હજાર યુએસ ડોલર એટલે કે 8 લાખ 65 હજાર રૂપિયાથી વધુ છે.

લેબ ગ્રોન ડાયમંડના માલિક મુકેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના ગણાય છે, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ લેબ ગ્રોન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વિદાય લેતા રાષ્ટ્રપતિ જો બાઇડેનને અર્પણ આપ્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2023માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન અને યુએસ ફર્સ્ટ લેડી જિલ બાઇડેનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. તે સમયે તેની કિંમત લગભગ 20 હજાર ડોલર એટલે કે 17 લાખ 15 હજાર રૂપિયા હતી.

યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડેનના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ હીરા લેબ ડેવલપ કરવામાં આવ્યાં છે જેનું ઉત્પાદન અને પોલિશ સુરતમાં કરવામાં આવ્યું છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા જ જો બાઇડેન ઓફિસ છોડ્યા પછી આ હીરાને નેશનલ આર્કાઇવ્સને સોંપવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch