સુરતઃ છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં નકલી સરકારી કચેરીઓ, નકલી ન્યાયાધીશ, નકલી ટોલ બૂથ, નકલી પોલીસ, નકલી આર્મી ઓફિસર, નકલી શિક્ષકો, નકલી ડોક્ટરો, નકલી PMO ઓફિસર ઝડપાયા બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરવાના નામે છેતરપિંડી કરનાર નકલી CMO ઓફિસર ઝડપાયો છે. આ નકલી અધિકારી 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકોને છેતરતો હતો.
બારડોલીના રહેવાસી નીતીશ ચૌધરીએ નવસારીના ડેપ્યુટી કલેકટરને ફોન કરીને પોતાને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે ઓળખાવીને રૂપિયા 40 લાખના બદલામાં કામ કરવાની વાત કરી હતી, આ પછી ડેપ્યુટી કલેકટરને શંકા ગઈ અને તેમણે તપાસ કરી તો ખબર પડી કે આવો કોઈ અધિકારી જ નથી. આ પછી તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે નીતિશ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે નકલી CMO ઓફિસર નિતેશ ચૌધરી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટી ગામનો રહેવાસી છે. તેણે પોતાનો પરિચય CMOના અધિકારી તરીકે આપ્યો અને 23-10-2024 થી 02-01-2025 દરમિયાન નવસારીના નાયબ કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી, તેને એક જમીન મામલે ડે.કલેક્ટર સાથે ચર્ચાઓ કરી હતી. આ પછી કલેકટરને શંકા ગઈ અને તપાસ કરતાં જાણવા મળ્યું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી નથી. જે બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53