Wed,15 July 2026,1:21 am
Print
header

સુરતમાં મકાનો તોડી પાડવાના કેસમાં મોટી કાર્યવાહી, મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 અધિકારીઓ સસ્પેન્ડ

  • Published By Panna Patel
  • 2026-07-01 19:29:40
  • /

સુરતઃ મ્યુનિસિપલ કોર્પોરેશને નાસિરનગર વિસ્તારમાં 80 જેટલા ઘર તોડી પાડવાના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કોર્પોરેશને તેના પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસો પહેલા જ કોર્પોરેશને ઘર તોડી પાડવાના કેસમાં તેમની ભૂમિકા હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.

એક નિવેદનમાં, SMC એ જણાવ્યું હતું કે 30 મેના રોજ બનેલી ઘટનાની તપાસ માટે એક આંતરિક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અહેવાલના આધારે, હવે આ અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. SMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે અગાઉ જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી અનુસાર, કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત રસ્તાના સીમાંકન માટે ત્યાં ગયા હતા.

શું છે આખો મામલો ?

મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં નાસિરનગરમાં લગભગ 80 મકાનો અચાનક ખંડેરમાં ફેરવાઈ ગયા હતા. તેનાથી મોટો વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતો ગયો તેમ, SMC એ જણાવ્યું કે તેનો આ કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી અને આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો.

તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહે તે માટે સુજલકુમાર પ્રજાપતિ (એક્ઝિક્યુટિવ એન્જિનિયર), જયંગ જીવનરામજીવાલા (એક્ઝિક્યુટિવ એન્જિનિયર), અર્પણ પરમાર (ડેપ્યુટી એન્જિનિયર), મોનિક ગઢિયા (સહાયક એન્જિનિયર) અને નરેશ કુમાર ગલચર (જુનિયર એન્જિનિયર) ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી તપાસ સમિતિના અહેવાલના તારણો જાહેર કર્યા નથી. ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આ અધિકારીઓની શું ભૂમિકા હતી તે કોર્ટ કે મીડિયા સમક્ષ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ કાર્યવાહી શાસક ભાજપના ઈશારે કરવામાં આવી હતી, જેથી જમીનમાં રસ ધરાવતા બિલ્ડરને ફાયદો થાય. જો કે, ભાજપે હજુ સુધી આ આરોપોનો કોઈ જવાબ આપ્યો નથી.

આ કાર્યવાહી સામે એક સ્થાનિક રહેવાસીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મકાનો તોડી પાડતી વખતે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો હતો કે, તોડી પાડવામાં આવેલા મોટાભાગના મકાનો 40 થી 50 વર્ષ જૂના હતા. આ ઝૂંપડપટ્ટીના માલિકો નિયમિતપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને મિલકત વેરો ચૂકવતા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch