Fri,19 April 2024,9:50 pm
Print
header

સુરત ગ્રીષ્મા હત્યા કેસઃ આજે ચુકાદો આવી શકે છે, હત્યારા ફેનીલની સજા પર સૌની નજર- Gujarat Post

(ગ્રીષ્માની ફાઈલ તસવીર)

  • ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસને લઈ SIT ની રચના કરાઈ હતી
  •  10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી,  1 SP, 1 ASP, 2 DySP, 5 PI,1 PSI દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ હતી
  •  ગ્રીષ્મા કેસમાં 23 પંચનામાં હતા. પોલીસે 188 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતાં.
  • કામરેજ પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી

સુરતઃ બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે ચુકાદો આવી શકે છે.ગ્રીષ્માની હત્યા બાદ સમગ્ર રાજ્ય હચમચી ગયું હતું બહેન-દીકરીઓની સલામતી પર સવાલ ઉભા થયા હતા. આજે કોર્ટ હત્યારા ફેનિલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી સંભાવના છે. આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. હત્યારા ફેનીલે જાહેરમાં ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી,કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓને તપાસવામાં આવ્યાં હતા.

હત્યારો ફેનીલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે સતત ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્માના મોટા બાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનીલે તેમની સાથે મારામારી કરી હતી. ગ્રીષ્માએ તેનો તિરસ્કાર કરતા ફેનીલે તેને પકડીને છરીથી તેનુ ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

16 એપ્રિલના રોજ કોર્ટમાં આરોપી ફેનીલ ગોયાણીના વકીલ કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપી શકે છે. 6 એપ્રિલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. ફરિયાદ પક્ષ તરફથી 100 વધુ દસ્તાવેજી પુરાવા અને 100 જેટલા જ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch