સુરતઃ વરાછા વિસ્તારમાં હીરાના વેપારી સાથે હની ટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એક મહિલા અને તેના બે સહયોગીની ધરપકડ કરી છે. 35 વર્ષની મનીષા કોટડિયાએ હીરાના વેપારી સાથે મિત્રતા કરી અને તેમને ફસાવ્યાં હતા.
એક દિવસ મહિલાએ વેપારીને પોતાની પાસે બોલાવ્યાં હતા. ત્યાં તેણે વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ મહિલાના બે સાગરિતો નિલેશ ગોસ્વામી અને ગૌરવ રબારી રૂમમાં પહોંચ્યાં હતા અને વેપારીને ધમકાવવા લાગ્યા હતા. મહિલાએ કહ્યું કે તેનો પતિ આવી ગયો છે, જેના કારણે વેપારી ડરી ગયો અને મામલો થાળે પાડવા માટે તેને પૈસા ચૂકવવાની ફરજ પડી હતી.
હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા
આ ટોળકીએ હીરાના વેપારી પાસેથી બે વીંટી અને રૂ. 45 હજાર રોકડા પડાવી લીધા હતા. કુલ મળીને રૂ.1.45 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હીરાના વેપારીનો સામાન મળી આવ્યો છે. હાલ પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આરોપીઓના અગાઉના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
સ્ટેટ GST ના અનેક જગ્યાએ દરોડા, અમદાવાદ,સુરત, વાપીમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2025-01-30 19:54:49
બાળકોમાં વધતું જતું જાડાપણું ચિંતાનો વિષય, PM મોદીનું ફિટ ઈન્ડિયા મિશન છે એક ઉકેલ: ડૉ. આફરીન જાસાણી | 2025-01-28 18:40:55