Mon,09 December 2024,12:10 pm
Print
header

સુરતઃ હીરાના વેપારી સાથે રૂપિયા 6 કરોડની છેતરપિંડી, બે આરોપીઓની ધરપકડ

સુરતઃ શહેરમાં એક વેપારી સાથે 6.08 કરોડની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં નિલેશ શાહ અને અચ્છાભાઈ સિંઘાડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હીરાના વેપારીની ફરિયાદને આધારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી હતી.

ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરમાં કાપેલા હીરા વિશ્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હીરાના વેપારીઓ સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ આવતા રહે છે. હવે એક હીરાના વેપારી પાસેથી આશરે રૂ.6 કરોડના હીરા લઈને છેતરપિંડીનો કેસ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે.

સુરત પોલીસની આર્થિક ગુના શાખાએ હીરાના વેપારી સાથે રૂ. 6 કરોડ અને 8 લાખની છેતરપિંડી કરવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. હીરાના વેપારી ધનેશભાઈ સંઘવીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે હીરાના વેપારીઓને રૂ.6 કરોડના હીરા આપ્યાં હતા, પરંતુ તેમને પૈસા મળ્યાં ન હતા.

ધનેશ સંઘવીની ફરિયાદને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આઈપીસી 409 અને 120બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધનેશભાઈ હીરાનો વ્યવસાય કરે છે અને તેમણે વેપારીઓને રૂ.6 કરોડ અને રૂ.8 લાખના હીરા આપ્યાં હતા. વેપારીઓએ તેમને આ હીરાના પૈસા ચૂકવ્યાં ન હતા અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. આરોપી નિલેશ શાહ અને અચ્છાભાઈ સિંઘાડની ધરપકડ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch