સુરતઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 15 ઓગસ્ટ, 2027ના રોજ દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો સેક્શન શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ, વાપીથી સુરતનો રૂટ ખુલશે. આ પછી વાપીથી અમદાવાદનો રૂટ શરૂ થશે, ત્યાર બાદ થાણેથી અમદાવાદ અને છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થશે.
બુલેટ ટ્રેન શરુ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઇનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે તે કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું કે PM મોદી ટૂંક સમયમાં પ્રથમ સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. લાંબા સમયથી નવી જનરેશનની ટ્રેનોની માગ થઈ રહી હતી. વંદે ભારત ચેર કારે ભારતીય રેલવેમાં એક નવા યુગની શરૂઆત કરી. લોકોને એે ખૂબ પસંદ આવવા લાગી. દેશના ખૂણેખૂણેથી વંદે ભારત ટ્રેનો ચલાવવાની માગ થઈ રહી છે.
#WATCH | Delhi: Railways Minister Ashwini Vaishnaw says, "The bullet train will be ready in 2027, August 15th, 2027. The first section to open will be from Surat to Bilimora. After that, Vapi to Surat will open. Then Vapi to Ahmedabad will open, and after that, Thane to Ahmedabad… pic.twitter.com/vpal8NqNpE
— ANI (@ANI) January 1, 2026
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54
સુરતમાં 36 વર્ષના નાયબ મામલતદાર હિનીશા પટેલની આત્મહત્યા, તેમના પતિ પણ છે નાયબ મામલતદાર | 2026-01-12 16:25:33
હેડ કોન્સ્ટેબલને નવું વર્ષ ન ફળ્યું: લાંચના છટકામાં ભરાયા, ACBએ રૂ.30,000 રિકવર કર્યા | 2026-01-01 18:44:31