Fri,19 April 2024,11:12 pm
Print
header

નરાધમ જેલમાં, સુરતમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા શિક્ષક ઝડપાયો- Gujarat Post

(આરોપી શિક્ષક)

ટ્યુશનમાં અભ્યાસ માટે આવતાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આક્રોશ

સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં એક ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા આઠ વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ, જેમાં પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવાગામ ડીંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા ગણેશ આહીરે તેના ક્લાસમાં અભ્યાસ માટે આવતા 8 વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ અંગે વિદ્યાર્થીની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ગત 5 તારીખે સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન તેમના પુત્રને બાથરૂમમાં લઈ જઈને ગણેશ આહીરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.નરાધમ શિક્ષક તેને ઢસડીને બાથરૂમમાં લઈ ગયો હતો. ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા આઠ વર્ષના વિદ્યાર્થી સાથે કરવામાં આવેલા આ કૃત્યને કારણે લોકોમાં આક્રોશ છે. 

આ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આક્રોશ ફેલાયો છે.વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch