Fri,19 April 2024,10:30 am
Print
header

ઇન્કમટેક્સ વિભાગને મોટી સફળતા, સુરતમાંથી ઝડપાયા 330 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો

IT ના દરોડામાં આંગડિયા પેઢી મારફતે કરેલા વ્યવહારો આવ્યાં સામે, અંદાજે રૂ. 150 કરોડની આપ લે થઇ 

સુરતઃ રાજકોટમાં બિલ્ડર્સ અને ફાઇનાન્સર્સને ત્યા દરોડા બાદ હવે સુરતમાં પણ ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવી દીધો છે. અહી જાણીતી યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા કરાયા છે જેમાં અત્યાર સુધી 330 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા છે.આટીની ટીમો દ્વારા દિલ્હી, સેલવાસ, દહેજ સુરત સહિતની ઓફિસોમાં દરોડા કરાયા છે. જેમાં 150 કરોડ રૂપિયાના વ્યવહારો માત્ર આંગડિયા પેઢી દ્વારા કરાયા હોવાની ચિઠ્ઠીઓ મળી આવી છે.

આઇટીના અધિકારીઓ દ્વારા થઇ રહેલી તપાસમાં જ્વેલરી અને બેંક ખાતાઓની માહિતી પણ સામે આવી છે હજુ ટેક્સ ચોરીનો આંકડો વધી શકે તેવી શક્યતા છે. કંપની દિલ્હીથી આઇટી રિટર્ન ફાઇલ કરતી હોવાનું જાણવા મળ્યું છે, આઇટીના અધિકારીઓ હજુ તપાસમાં છે અને ટેક્સ ચોરીનો આંકડો વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch