Thu,18 April 2024,11:35 am
Print
header

કાયદાની ઐસી કી તૈસી કરનાર કોન્સ્ટેબલ સુનિતાએ બનવું છે IPS, શિસ્તભંગના પગલા લે સુરત કમિશનર

સુરતઃ સરકારી નોકરીમાં નેતાગીરીના સપના જોનારી પોલીસ કોન્ટેબલ સુનિતા યાદવના એક પછી એક બોલ બચ્ચન સામે આવી રહ્યાં છે, પહેલા મંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર પ્રકાશ કાનાણી સામે રૌફ દેખાડીને તેના વીડિયો બનાવીને વાઇરલ કર્યાં, બાદમાં દંડાથી યુવકોને ધમકી આપી, પછી મીડિયાને જોઇ લેવાની ધમકી આપી, આપના નેતાઓ સાથેનો વીડિયો સામે આવ્યો, પોતાના જ પોલીસ વિભાગને ભ્રષ્ટ ગણાવ્યો અને ફેસબુકથી હવે લાઇવ કરીને વધુ એક નાટક કર્યું છે. 

સુનિતાના નવા ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે, જેમાં તે સેમ્પેઇન જેવી લાગતી બોટલ સાથે બેઠેલી દેખાય છે, સસ્તી પ્રસિદ્ધી મેળવવા બૂમો પાડીને દાદાગીરી કરનારી સુનિતા યાદવે ફેસબુક લાઇવ કરીને કહ્યું છે કે મારે હવે આઇપીએસ બનવું છે, જેને કાયદાનું કંઇ ભાન જ નથી તેવા લોકોને પણ આઇપીએસ બનવું છે, સાથે જ તેને આરોપ લગાવ્યો છે કે એ દિવસે રાત્રે નિર્ભયા જેવી ઘટના બની હોત તો કોણ જવાબદાર હોત ? કર્ફ્યૂમાં તેને 4 યુવકોને રોકીને દાદાગીરી કરી હતી, જ્યારે પ્રકાશ કાનાણી તેના મિત્રોનો પક્ષ લેવા આવ્યો ત્યારે તેની સાથે પણ આ નકલી સિંઘમે દાદાગીરી કરીને વીડિયો બનાવ્યાં હતા, પ્રકાશ કાનાણીની ગાડીમાંથી એમએલએની પ્લેટ ઉતરાવી હતી, જ્યારે ખુદ સુનિતાના પિતા જ કારમાં પોલીસની પ્લેટ લઇને ફરી રહ્યાં છે.

સુનિતા યાદવે વારંવાર કાયદાનો ભંગ કર્યો છે, મીડિયાને અપશબ્દો કહેવા, યુવકો પર દંડો ઉગામવો, સોશિયલ મીડિયામાં પોતાની જ પોલીસને ભ્રષ્ટ ગણાવવી, પિતાની ગાડીમાં પોલીસની પ્લેટની મંજૂરી આપવી, સરકારી કર્મચારી થઇને સરકાર વિરૂદ્ધ જ નિવેદનો કરનારી આ નકલી સિંઘમ સામે સુરત પોલીસ કમિશનરે તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઇએ. સોશિયલ મીડિયામાં પણ સુનિતા યાદવ સામે રોષ વ્યાપી ગયો છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch