Sat,08 August 2026,9:45 pm
Print
header

સુરતમાં 25 દિવસમાં ત્રીજી વખત ખાડી પૂરનું સંકટ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

  • Published By
  • 2026-07-31 16:18:29
  • /
  • બે કલાકમાં સુરતમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો, અંબિકામાં 4.25 ઇંચ ખાબક્યો
  • ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ

સુરતઃ શહેરમાં વાવાઝોડા અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ માટે જાહેર કરાયેલું 'રેડ એલર્ટ' સાચું સાબિત થયું છે. શહેરમાં વરસાદની તીવ્રતા વધતાં ચારેય તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને શહેરની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપીને નાગરિકોને તકેદારી રાખવા અપીલ કરી છે.

ભારે વરસાદના પગલે ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પર પૂરનું સંકટ ઘેરાયું છે. શહેરના VIP રોડ, પાંડેસરા, કતારગામ અને ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લિંબાયતમાં મુખ્ય રોડ પર મોટો ભૂવો પડતાં સુરક્ષાના ભાગરૂપે બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.

છેલ્લા 25 દિવસના ટૂંકા ગાળામાં સુરતવાસીઓ ત્રીજી વખત ખાડી પૂરના સંકટનો સામનો કરી રહ્યાં છે. ઉપરાંત સુરત જિલ્લાના કીમ અને ભરૂચ હાઇવે તરફ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. ઉપરવાસ અને નદી-નાળામાં ભારે વરસાદના કારણે સાંજ સુધીમાં ખાડીઓની જળસપાટી ભયજનક રીતે વધવાની શક્યતા છે.

ખાડીમાં જળસ્તર વધતાં ઓવરટોપિંગ અને ઓવરફ્લો થવાથી ખાડી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં વેલંજા, ગોઠણ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોને ભારે તકેદારી અને સાવચેતી રાખવા કડક સૂચના આપવામાં આવી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch