Wed,16 July 2025,8:52 pm
Print
header

સુરતમાં ફરી મેઘરાજાએ બોલાવી ધબધબાટી, આજે આ વિસ્તારોને ધમરોળશે વરસાદ- Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-26 11:37:25
  • /

ગુજરાતમાં સવારે 6 થી 8 વાગ્યાના સમયગાળામાં 53 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ તો 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 6 થી 8 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સુરતના બારડોલીમાં 3.27 ઈંચ, સુરતના મહુવામાં 2.83 ઈંચ, સુરતના કામરેજમાં 2.09 ઈંચ, તાપીના ડોલવણ અને વાલોડમાં અનુક્રમે 1.77 ઈંચ અને 1.38 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના કેટલાક વિસ્તોરમાં હજુ પૂરના પાણી ઓસર્યા છે ત્યાં ફરી તેઓને પાણી ભરાવાનો ભય સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર રહી છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch