Tue,23 April 2024,4:21 pm
Print
header

સુરતમાં કપલ બોક્સ પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું- Gujarat Post

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

સુરતઃ સુરત પોલીસ કમિશનરે કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. કોફી શોપ, રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસે આ પગલું ભર્યું છે. 

જાહેરનામા મુજબ આવી જગ્યાઓએ સ્પષ્ટ રીતે દેખાય તેવી વ્યવસ્થા રાખવી અને CCTV કેમેરા લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ છે. સુરતમાં કોફી કાફેનું બોર્ડ મારીને કપલ બોક્સ ચલાવવામાં આવતા હતા. જ્યાં કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી બોકસનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં હતા. આવા કપલ બોક્સમાં બેડ, ગાદી, તકીયા જેવી સુવિધાઓ આપવામાં આવતી હતી.

સુરતના ઘણા રહેણાંક વિસ્તારોની આસપાસ આવા કપલ બોક્સ ધમધમતા હતા.જેને લઈને ઘણી વખત છેડતીની ઘટનાઓ બની હતી. ગત વર્ષે સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો આરોપી ફેનિલ ગોયાણી પણ કપલ બોક્સ ચલાવતો હતો. હવે પોલીસે કપલ બોક્સ પર મુકેલો પ્રતિબંધ માત્ર કાગળ પર જ રહેશે કે કામગીરી થશે તે થોડા જ દિવસોમાં ખબર પડી જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch