Mon,28 April 2025,11:52 pm
Print
header

કેનેડામાં સુરતના પાટીદાર યુવકની છરી મારીને હત્યા, પરિવારને મદદ કરવા ક્રાઉડ ફન્ડિંગ શરૂ કરાયું- Gujarat Post

મૃતકના થોડા સમય પહેલા લગ્ન થયા હતા

2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો

ઓટાવાઃ કેનેડામાં સુરતના પાટીદાર યુવાનની હત્યા કરી નાખવામાં આવી છે. મૃતક યુવાનની ઓળખ ધર્મેશ કથીરિયા તરીકે થઈ છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ઓટાવા નજીક રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ઓટાવામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે તે પીડિત પરિવારના સંપર્કમાં છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, ઓટાવા નજીક રોકલેન્ડમાં છરાબાજીથી થયેલા ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શોકગ્રસ્ત પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા નજીકના સંપર્કમાં છીએ.

તેના પરિવારને મદદ કરવા માટે હાલ જે ક્રાઉડફન્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે તેના પેજ પર અપાયેલી માહિતી અનુસાર ધર્મેશ પર તેના જ પાડોશીએ અટેક કર્યો હતો અને આ અટેકને હેટ ક્રાઈમ પણ ગણાવાઈ રહ્યો છે. મતલબ કે ધર્મેશ કેનેડામાં રેસિઝમ અથવા હેટ ક્રાઈમનો શિકાર બન્યો છે, પરંતુ કેનેડાની પોલીસ તપાસ પૂરી ના થાય તે પહેલા આ અંગે કશુંય બોલવા તૈયાર નથી.

ધર્મેશના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. ધર્મેશ માટે 18 હજાર કેનેડિયન ડોલર ભેગા કરવાનો ટાર્ગેટ છે જેમાંથી 16 હજાર ડોલરથી પણ વધુની રકમ ભેગી થઈ ચૂકી છે. મૃતક ધર્મેશ 2019માં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને હાલ તે વર્ક પરમિટ પર હતો, તે મિલાનો પિઝેરિઆ નામની એક રેસ્ટોરાંમાં મેનેજર તરીકે કામ કરતો હતો. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch