(demo pic)
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર અને જીવલેણ બેદરકારી સામે આવી છે. મમતા દિવસ અંતર્ગત આયોજિત રસીકરણ સેશન દરમિયાન માસૂમ બાળકોને પેરાસિટામોલના બદલે ભૂલથી ડાયાબિટીસની હેવી દવા આપી દેવામાં આવતાં તમામની તબિયત લથડી હતી. ગંભીર આડઅસર (રિએક્શન) થવાને કારણે તમામ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવા પડ્યા હતા.
મળતી વિગતો અનુસાર, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા પલસાણા-1 સબ સેન્ટર ખાતે ગત 24 મી સપ્ટેમ્બરના રોજ મમતા દિવસ નિમિત્તે રસીકરણ યોજાયું હતું. અહીં કુલ 7 બાળકોને રસી આપવામાં આવી હતી. સામાન્ય રીતે રસી આપ્યાં બાદ તાવ કે દુખાવામાં રાહત રહે તે માટે પેરાસિટામોલ આપવામાં આવે છે. જો કે, ફરજ પરના કર્મચારીએ મોટી ચૂક કરીને પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓ માટે વપરાતી ભારે દવા 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' આપી દીધી હતી.
આ દવા લીધા બાદ બાળકોની તબિયત અચાનક બગડવા લાગી હતી અને રિએક્શન આવતાં વાલીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં તમામ બાળકોને તાબડતોબ હોસ્પિટલ ખસેડી ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને બાળકોની સારવારની સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ તમામ બાળકો તબીબોની સઘન દેખરેખ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બાળકોના જીવ જોખમમાં મુકનારી આ ઘટના સામે આવતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ગંભીર ક્ષતિ સામે આવતાં ફરજ પરના મહિલા હેલ્થ વર્કરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. સમગ્ર ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ દાખવતાં જણાવ્યું કે, બાળકોના આરોગ્ય અને જીવન સાથે આવી ગુનાહિત બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58