સુરતઃ શહેરના સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીના જાણીતા ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના ટૂંકા ગાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
ખ્યાતિ અભિષેક કેજરીવાલે બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક ખ્યાતિના લગ્ન હજુ બે મહિના પહેલા જ થયા હતા. તેમનો પરિવાર આર્થિક રીતે અત્યંત સદ્ધર છે અને પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. કેજરીવાલ પરિવાર હાર્મની યાર્ન્સ નામની પ્રતિષ્ઠિત કંપની ધરાવે છે. ખ્યાતિના પતિ અભિષેક કેજરીવાલ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને કોઈ પણ પ્રકારની સ્યૂસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ આઘાતજનક પગલાં પાછળના કારણો શોધવા તપાસ તેજ કરી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
લગ્નનું વચન, શારીરિક સંબંધો અને ઇનકાર...વકીલ રહીમ શેખે રોહન તરીકે ઓળખ આપીને લવ જેહાદ કર્યો | 2026-05-18 09:04:10
ગુજરાતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સુરત અને વડોદરામાં હીટસ્ટ્રોકથી બે લોકોનાં મોત | 2026-05-12 17:27:30
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ | 2026-05-11 09:49:50
સુરત SBI લૂંટકાંડમાં હજુ બીજા આરોપીઓની શોધખોળ, ક્રાઈમ બ્રાન્ચે UPના ગોંડાથી મુખ્ય સૂત્રધાર સહિત બેને દબોચ્યાં છે | 2026-05-05 17:14:30
સુરત SBI લૂંટમાં નવો ઘટસ્ફોટ, અત્યાર સુધી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા | 2026-05-04 17:16:15