Wed,16 September 2026,2:21 pm
Print
header

સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર

  • Published By
  • 2026-08-13 16:36:44
  • /
  • પરિણીત યુવક અને 16 વર્ષીય સગીરાનો આપઘાત
  • સાથે મજૂરીકામ કરતાં બંધાયો હતો પ્રેમસંબંધ

સુરત: શહેરના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં બે દિવસથી ગુમ થયેલા એક 24 વર્ષીય પરિણીત યુવક અને 16 વર્ષીય સગીરાએ ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 13 ઓગસ્ટે શ્રાવણ મહિનાના પ્રારંભે જ રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બંને મૃતકો છેલ્લા બે દિવસથી પોતપોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યાં હતા. ગુરુવારે સવારે બંનેના ઘરથી માત્ર 500 મીટર દૂર આવેલી રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે બીલીપત્રના ઝાડ પર બંનેના મૃતદેહ લટકતા જોઈને લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક યુવક મૂળ દાહોદનો વતની હતો અને આશરે દોઢ મહિના પહેલા જ રોજીરોટી અર્થે સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. બીજી તરફ મૃતક સગીરાની ઉંમર 16 વર્ષની હતી. છેલ્લા એક મહિનાથી બંને સાથે મજૂરીકામ માટે જતા હતા, જે દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

મૃતક યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, તે મારો નાનો ભાઈ હતો. બંને બે-ત્રણ દિવસથી બંને લાપતા હતા અને સવારે જ અમને જાણ થઈ કે તેમણે ફાંસો ખાઇ લીધો છે. પરિવારમાં કોઈને પણ તેમના પ્રેમસંબંધ વિશે કોઈ કલ્પના કે જાણ ન હતી. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch