Sat,17 October 2026,5:17 am
Print
header

સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો

  • Published By dilip patel
  • 2026-09-10 18:17:10
  • /
  • CBI અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો બતાવીને ડરાવ્યાં 
  • રૂપિયા 3 લાખના કમિશન માટે બેંક ખાતું આપનાર સાગરિતના એકાઉન્ટમાંથી રૂ.1 કરોડથી વધુના વ્યવહારો મળ્યાં
  •  હૈદરાબાદના રૂ. 2.13 કરોડના ફ્રોડ સાથે કનેક્શન ખુલ્યું

સુરત: શહેરમાં ડિજિટલ અરેસ્ટના નામે મોટી છેતરપિંડી આચરતી ગેંગનો સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે સુરતના એક દંપતીને સતત 5 દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખ પડાવી લેવાના કેસમાં પોલીસે મુખ્ય સાગરિત અફાક આલમ અંસારી (ઉં.વ. 35) ને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો અને હાલ મુંબઈના મલાડ વેસ્ટમાં રહેતો આરોપી ઇક્વિપમેન્ટ સપ્લાયના વ્યવસાયની આડમાં સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું નેટવર્ક ચલાવતો હતો.

સાયબર ગઠિયાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સુરતના દંપતીને વોટ્સએપ તથા વીડિયો કોલ કર્યા હતા. ભોગ બનનારના નામે કેનેરા બેંકમાં બોગસ ખાતું અને સિમકાર્ડ ખૂલ્યાં હોવાનું કહી તેમને ડરાવ્યાં હતા. ત્યાર બાદ મુંબઈ પોલીસના લોગોવાળા આઈકાર્ડ, સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને સુપ્રીમ કોર્ટના બનાવટી પત્રો મોકલી જેટ એરવેઝના નરેશ ગોયલના કરોડોના મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હોવાનો ડર બતાવ્યો હતો. ધરપકડ વોરંટની ધમકી આપી તપાસ અને વેરિફિકેશનના નામે દંપતી પાસેથી અલગ-અલગ ખાતામાં રૂ.13 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અફાક આલમ 2 વર્ષથી 'સ્ટારટેક લિમિટેડ' નામની પેઢી ચલાવતો હતો. તેણે દિલ્હીના સરનામે પેઢી દર્શાવી યશ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. માત્ર રૂ.3 લાખના કમિશનની લાલચે તેણે આ બેંક ખાતું સાયબર ગેંગને હવાલે કર્યું હતું, જેમાં સુરતના દંપતી પાસેથી પડાવેલા રૂ.13 લાખ જમા થયા હતા.

આરોપીના આ એકાઉન્ટમાં 6 ડિસેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026ના ટૂંકા ગાળામાં રૂ.1,05,37,721ના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના NCCRP પોર્ટલ પર ચકાસણી કરતા અન્ય રાજ્યોમાં આ ખાતા વિરુદ્ધ કુલ 3 ગંભીર ફરિયાદો મળી છે, જેમાં ગઠિયાઓએ રૂ. 2.43 કરોડથી વધુની ઠગાઈ આચરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch