Wed,16 September 2026,2:54 pm
Print
header

સુરત મેડિકલ કોલેજ રેગિંગ કેસ પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ, તપાસ તેજ

  • Published By
  • 2026-08-20 18:21:58
  • /
  • ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે
  • શરતોનો ભંગ થયે નિર્વાહ ભથ્થું અટકાવી વધુ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે

સુરતઃ સરકારી મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ ડૉ. હર્ષ પંડ્યા રેગિંગનો ભોગ બનવાની ગંભીર ઘટના સામે આવ્યાં બાદ રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. રેગિંગની ઘટના રોકવામાં અને ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1 ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી 90 દિવસ માટે ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

સસ્પેન્શન દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. આ સમય દરમિયાન તેઓ કોઈ પણ ખાનગી નોકરી કે વ્યાપાર કરી શકશે નહીં, શરતોનો ભંગ થયે નિર્વાહ ભથ્થું અટકાવી વધુ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યની કોઈ પણ સંસ્થામાં રેગિંગ કે માનસિક ઉત્પીડન સાંખી લેવાશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા સામે બેદરકારી દાખવનાર ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હશે તો પણ તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે. સમગ્ર ઘટના બાદ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં 'એન્ટિ-રેગિંગ સમિતિ' અને 'એન્ટિ-રેગિંગ સ્ક્વોડ'ને તાત્કાલિક વધુ સક્રિય અને સુદ્રઢ કરવા આદેશ અપાયા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch