સુરતઃ વેસુ વિસ્તારમાં ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટી દરમિયાન દારૂ મળવો અને ત્યારબાદ નબીરા જૈનમ શાહ દ્વારા પીએસઆઈ સાથે થયેલી ઝપાઝપીનો મામલો ચર્ચામાં છે. પોલીસે સતત બે નોટિસ બાદ ભાઈબીજના દિવસે મોડી રાત્રે જૈનમ સમીર શાહની ધરપકડ કરી હતી, જેની સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. જો કે, હવે આ કેસમાં દારૂ- બિયર ક્યાંથી આવ્યાં તે મુદ્દે પિતાનું નિવેદન તપાસની દિશા બદલી રહ્યું છે.
આ વિવાદની શરૂઆત વેસુની કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી થર્મોકોલના બોક્સમાં ઠંડા કરવા મૂકેલા 9 બિયર ટીન મળી આવવાથી થઈ હતી. પોલીસે આ મામલે જૈનમના પિતા અને ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહનું નિવેદન નોંધ્યું છે. સમીર શાહે પોલીસને જણાવ્યું કે, હું જન્મદિવસના દિવસે એટલે કે 16મી તારીખે સવારે બિયર લેવા માટે દમણ ગયો હતો અને ત્યાંથી બિયરના ટીન પાર્ટી માટે લઈને આવ્યો હતો.
સમીર શાહની આ કબૂલાત પર પોલીસને ગંભીર શંકા છે. દમણથી દારૂ લાવીને પાર્ટીમાં ઉપયોગ કરવાની વાત મૂળ સપ્લાયરને બચાવવા માટે કરવામાં આવી રહી હોવાની આશંકા છે.
બીજી તરફ, પીએસઆઈ સાથે ઝપાઝપીના કેસમાં પોલીસે ધરપકડ કર્યા બાદ શુક્રવારે સવારે જૈનમ શાહને બુટ-ચંપલ વગર જ ઘટનાસ્થળે લઈ જઈને રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જૈનમે તેના નિવેદનમાં જણાવ્યું કે, કાર લઈને બહાર નીકળતી વખતે કોઈએ તેનો ફોટો પાડ્યો, જેના કારણે ગુસ્સે થઈને તેણે યુવક સાથે અને બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
પોલીસ સાથેની ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને ત્રણ દિવસ પછી ગુનો દાખલ થયો હતો. પોલીસે જૈનમની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે, હાલમાં પિતા-પુત્રના નિવેદનોને આધારે દારૂના સમગ્ર નેટવર્કની સાચી હકીકત બહાર લાવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08
દિલ્હી બ્લાસ્ટ: ડો. ઉમર જ હતો વિસ્ફોટવાળી કારમાં, DNA રિપોર્ટમાં મોટો ખુલાસો | 2025-11-13 08:44:49
મુંબઈમાં ડિજિટલ ધરપકડ અને 58 કરોડ રૂપિયાની છેતરપિંડી, તપાસમાં ચીન- હોંગકોંગ- ઇન્ડોનેશિયા કનેક્શન ખુલ્યું | 2025-11-12 09:24:38
બીલીમોરામાં SMC ની ટીમ અને ગુંડાઓ વચ્ચે ફાયરિંગ, હથિયારોની આપ-લે કરવા આવેલા આરોપીને પગમાં ગોળી વાગી | 2025-11-11 19:16:34
સુરતમાં ઘર કંકાસથી કંટાળેલા હોમિયોપેથી ડૉક્ટર કર્યો આપઘાત, લગ્નને 2 વર્ષ જ થયા હતા | 2025-11-10 15:09:59
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
સાયબર છેતરપિંડી દ્વારા રૂ.10 કરોડ પડાવ્યાં, ક્રિપ્ટોમાં ફેરવીને પાકિસ્તાન મોકલ્યાં, સુરતમાં આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ | 2025-11-08 22:37:03
સુરત:.મહિલા RFO સોનલ સોલંકી કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળ્યાં | 2025-11-07 10:21:59