સુરતઃ ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીમનગર સરસ્વતી આવાસ પાસે ગત બુધવારે બપોરે બનેલી અતિ ધાતકી અને ચકચારી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માથાભારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સતિષ મરાઠા નામના શખ્સ પર અગાઉથી તક જોઈને બેઠેલા હુમલાખોરોએ ફાયરિંગ કરવા ઉપરાંત તલવાર, કુહાડી અને ધારીયા જેવા ધારદાર હથિયારો વડે છાતી તથા મોંના ભાગે 39 જેટલા ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર બનાવનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCB પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર સરહદ તરફ ભાગી રહેલા હુમલાખોરોને આંતરીને પોલીસે 4 મુખ્ય આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોરોને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેથી આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, આ હત્યાકાંડ પાછળ જૂની વેરઝેર અને વર્ચસ્વની લડાઈ કારણભૂત છે. ગત ફેબ્રુઆરી માસમાં ગોડાદરા ખાતે ગણેશ ખુટીયા પર થયેલા હુમલાના ગુનામાં કેતન ઉર્ફે સન્ની અને રાહુલ દુબે લાજપોર જેલમાં ગયો હતો. ત્યાં ગુજસીટોક હેઠળ જેલમાં બંધ રાહુલ સોમન મંડલ સાથે તેમનો સંપર્ક થયો હતો. સતિષ મરાઠા સાથે આ તમામની જૂની દુશ્મનાવટ હોવાથી રાહુલે સતિષને રસ્તામાંથી હટાવવા માટે તમામ મદદ કરવાની ખાતરી આપીને ષડયંત્ર રચ્યું હતું.
બુધવારે સાંજે સતિષ મરાઠા એક યુવતી સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી વોચ ગોઠવીને બેઠેલા સગીરોએ બાઈક પર આવીને કારનો કાચ તોડી નાખ્યો હતો. સતિષ ગુસ્સામાં બહાર આવતા જ આસપાસ છુપાયેલા આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. ભૂતકાળમાં પણ ગોડાદરા બ્રિજ નીચે મરચાની ભૂકી નાખીને તેમજ અન્ય ઈસમો દ્વારા સતિષ પર હુમલા કરાયા હતા, પરંતુ તે બચી ગયો હતો. આ વખતે સતિષ સામેથી હુમલો કરે તે પહેલા જ આ ગેંગે આયોજનબદ્ધ રીતે ઘાતક હથિયારો અને ફાયરિંગ વડે તેનો ખેલ ખતમ કરી નાખ્યો હતો.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03