સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ધોરણ-5 માં અભ્યાસ કરતી માસૂમ બાળકીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે, માતા- પિતા રોજિંદા કામકાજ અર્થે બહાર ગયા હતા, દરમિયાન બાળકીએ આ અંતિમ પગલું ભરી લીધું હતુ, આટલી નાની વયે બાળકીએ કેમ આવું પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, વરાછા સ્થિત સહજાનંદ સોસાયટીમાં વિજયભાઈ કુશવાહ પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. રોજિંદી દિનચર્યા મુજબ વિજયભાઈ અને તેમના પત્ની કામ પર ગયા હતા, ત્યારે ચારેય બાળકો ઘરમાં એકલા હતાં. સાંજે બાળકોને ટ્યુશન મૂકવાના સમયે માતા પરત ઘરે પહોંચી ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો.
વારંવાર ખખડાવવા છતાં દરવાજો ન ખૂલતાં આસપાસના પાડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર પ્રવેશતાં જ ધોરણ-5 માં ભણતી રોલી કપડાં સૂકવવાની દોરી પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને તાત્કાલિક નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનો જીવ જતો રહ્યો હતો.
પિતા વિજયભાઈએ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું કે, અમે રોજની જેમ મજૂરી-કામ પર ગયા હતા. ચારેય બાળકો ઘરે જ હતાં. અમારી પાછળ દીકરીએ શા માટે આટલું મોટું પગલું ભરી લીધું તે વાત હજુ સમજાતી નથી. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ શરુ કરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58