Wed,16 July 2025,8:35 pm
Print
header

હું જીવનથી કંટાળી ગયો છું...સુરતમાં પત્ની અને પ્રેમીના ત્રાસથી કંટાળીને પતિએ ગળાફાંસો ખાઇ લીધો - Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-25 08:43:26
  • /

(તસવીરમાં ડાબી બાજુ મૃતક અને તેની પત્ની, જમણી બાજુ મૃતકની પત્ની અને તેનો પ્રેમી)

મૃતકનો આપઘાત પહેલાનો વીડિયો સામે આવ્યો

મારી વહુ મને અને મારા દીકરાને ખૂબ જ ત્રાસ આપતી હતી: મૃતકના માતા

સુરતઃ પતિ,પત્ની અને વોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પતિએ આપઘાત કર્યો હતો. સુરતના પાલ સુડા આવાસમાં રહેતા દીક્ષિત ચૌહાણ (ઉ.વ.33)એ માતાને ઘરના એક રૂમમાં બંધ કર્યા બાદ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આ પગલું ભર્યું હતું. આત્મહત્યા પહેલાં દીક્ષિતે નાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે, હું જીવનથી કંટાળી ગયો છું, હું સ્યૂસાઇડ કરી લઈશ. આત્મહત્યા પહેલા દીક્ષિતનો તેની પત્ની સાથેનો ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દીક્ષિતની પત્નીનો પ્રેમી પણ દેખાઈ રહ્યો છે. આ મામલે પાલ પોલીસે પત્ની અને તેના પ્રેમી કેવલ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી.

સુરત શહેરના પાલ સુડા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઈમ આર્કેડમાં રેડિમેન્ટ કપડાંની દુકાનમાં નોકરી કરતો હતો. ચાર વર્ષ પહેલાં તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દીક્ષિતની મોટી બહેને જણાવ્યું હતું કે, દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતું, જેની જાણ દીક્ષિતને થઈ હતી. આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી હતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી.

પત્ની દિવ્યા, દીક્ષિતને પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી. દીક્ષિત અને દિવ્યા વચ્ચે ફરી ઝઘડો થયો હતો. દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો હતો અને બંનેએ મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી. પડોશીઓએ દોડી જઈને દીક્ષિતને બચાવ્યો હતો. આ ઘટના બાદ દીક્ષિતે નાની બહેનને ફોન કરીને કહ્યું કે હું જીવનથી કંટાળી ગયો છું, આત્મહત્યા કરી લઈશ અને પછી ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાસો ખાઈ લીધો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch