(AI Image)
સુરત: વરાછા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ત્રણ દિવસ અગાઉ પત્નીએ પોતાના સાથી કર્મચારી એવા પ્રેમી સાથે તાપી નદીના કિનારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. પત્નીના આપઘાત અને તેના આડાસંબંધના ખુલાસાથી ઊંડા આઘાતમાં સરી પડેલા 40 વર્ષીય પતિએ પણ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતા અને પિતા બંનેના એક પછી એક આપઘાતને પગલે બે માસૂમ સંતાનોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વરાછા લાભેશ્વર ભવન નજીક રહેતા સિદ્ધાર્થ ખેરનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં નોકરી કરતા હતા. તેમની 29 વર્ષીય પત્ની ખુશ્બુ મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ સફાઈ કામ માટે નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ન ફરતાં ચિંતિત પતિએ તેને ફોન કર્યો હતો. ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી જણાવ્યું કે એક મહિલા અને પુરુષ વરીયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે બેભાન હાલતમાં પડ્યાં છે.
પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ખુશ્બુને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ઉત્રાણ લેક ગાર્ડન પાસે રહેતા 40 વર્ષીય પરેશ નાનજી ચૌહાણ તરીકે થઈ હતી.
પોલીસ તપાસ અનુસાર, ખુશ્બુ અને પરેશ એક જ જગ્યાએ સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા, પરેશને ત્રણ સંતાનો છે, જ્યારે ખુશ્બુને 12 વર્ષના દાંપત્યજીવનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
સિદ્ધાર્થ માટે તેની પત્ની જ સર્વસ્વ હતી અને તે પત્નીના આ પ્રેમસંબંધથી અજાણ હતો. પત્નીના મોત અને તેના અફેરની હકીકત સામે આવતાં જ તે ગંભીર માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. પરિવારજનો તેને સતત સાંત્વના આપી સંભાળી રહ્યાં હતા, પરંતુ પત્નીના વિયોગ અને વિશ્વાસઘાતના આઘાતને તે જીરવી શક્યો નહીં. આખરે તેણે ઘરમાં છતમાં એંગલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. માતા-પિતા બંનેના મોતના પગલે બે માસૂમ બાળકો નોધારા બન્યાં છે. વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58