સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવીને લસકાણાના યુવકે નિર્વસ્ત્ર કરાવી બ્લેકમેઈલ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. યુવકે વીડિયો કોલમાં નિર્વસ્ત્ર કિશોરીના સ્ક્રીનશોટ લઇ વાયરલ કરવાની ધમકી આપી કિશોરી પાસેથી રૂ. 93,000 રોકડા તથા સોનાના દાગીના પડાવી લીધા હતા.જો કે, કિશોરીએ ઘરમાં જ ચોરી કરતા ભાંડો ફૂટ્યો અને આખી હકીકત પરિવારજનોને જણાવીને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કિશોરી સોશિયલ મીડિયા મારફતે લસકાણામાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેને ફોસલાવીને તેના કપડાં વીડિયો કોલમાં કઢાવીને નિર્વસ્ત્ર કરાવી હતી. આ દરમિયાન યુવકે તેના સ્ક્રિનશોટ પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેઈલ કરતો હતો. બાદમાં કિશોરી પાસેથી રોકડા રૂપિયા 93000, બે સોનાના બ્રેસલેટ, બે કાનની બુટ્ટી પડાવી લીધી હતી.
ઘરમાંથી દાગીના ગાયબ હોવાથી પરિવારને જાણ થતા દીકરીએ તમામ હકીકત પરિવારને જણાવી દીધી હતી. જેથી, તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરણ હિરપરા સામે ફરિયાદ દાખલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59
ભરૂચમાં11 વર્ષની માસૂમ સગીરા પર પડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ | 2026-03-05 17:13:18
સુરત પાસપોર્ટ ઓફિસમાં 3 દિવસમાં બીજી વાર ધમકીનો શંકાસ્પદ મેઇલ મળ્યો | 2026-03-02 19:24:17