Fri,26 April 2024,1:31 am
Print
header

સુરતમાં BJP નેતાનો દારૂ પાર્ટીનો વીડિયો વાઇરલ, જાણો કોણ છે આ નેતાજી ?

સુરતઃ ભાજપના વધુ એક નેતાનો વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયો છે થોડા દિવસ પહેલા જ દક્ષિણ ગુજરાતના ભાજપના એક નેતાનો અશ્લિલ વીડિયો વાઇરલ થયો હતો હવે મનપા નગર શિક્ષણ સમિતિની ચૂંટણી વખતે જ ભાજપના એક ઉમેદવારનો દારૂ પાર્ટીનો વીડિયો વાઇરલ થયો છે. વરાછાના ભાજપ નેતા રાકેશ ભીકડિયાની આ કરતૂત સામે આવતા તેની જોરદાર ટીકા થઇ રહી છે.

ભાજપ તરફથી જે 11 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં રાકેશનું પણ નામ છે શિક્ષણ સાથે સંકળાયેલા ભાજપના આ નેતાની હરકતથી એ સ્પષ્ટ છે કે આ લોકો બાળકોને કંઇ સારી વાત શિખવી ન શકે તેમની સામે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવી જ જોઇએ. હવે જોવું રહ્યું કે આગામી 25 તારીખે નગર શિક્ષણ સમિતિની જે ચૂંટણી છે તેમાં ભાજપ આ ટલ્લી નેતા રાકેશ ભીકડિયાને મોકો આપે છે કે પછી અત્યારથી જ તેની સામે કોઇ દંડાત્મક કાર્યવાહી કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch