Sat,13 June 2026,2:56 pm
Print
header

સુરતમાં નશાખોર કાર ચાલકનો આતંક, 3 વાહનોને અડફેટે લેતા 5 લોકો ઘાયલ

  • Published By PANNA PATEL
  • 2026-06-03 17:56:20
  • /

(Ai Generated Image)

  • રોષે ભરાયેલી જનતાએ ગાડી તોડી ચાલકને ચખાડ્યો મેથીપાક
  • સરથાણા જકાતનાકા પાસે દારૂના નશામાં ધૂત ચાલકે આતંક મચાવ્યો
  • લોકોના મારથી ઘાયલ આરોપી ચાલક પણ હોસ્પિટલ ભેગો

સુરત: શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી ભારે આતંક મચાવ્યો હતો. નશાખોર કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો અને ત્યાર બાદ એક કારને જોરદાર ટક્કર મારીને કુલ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અકસ્માત એટલો જોરદાર હતો કે ભોગ બનનાર વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દ્રશ્ય જોઈને ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા.રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર કારના તમામ કાચ તોડી નાખ્યાં હતા. એટલું જ નહીં, નશામાં ધૂત કારચાલકને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જનતાના બેફામ મારને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આરોપી કાર ચાલકને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

આ ઘટના અંગેની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડીને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવ્યાં હતા. હાલ પોલીસે દારૂડિયા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch