Fri,26 April 2024,3:05 am
Print
header

સુરતઃ ધરપકડ વોરંટ બાબતે હેરાન નહીં કરવા 2 હજાર રૂપિયાની લાંચમાં ASI ઝડપાયો- Gujarat Post

(ACBના છટકામાં પકડાયેલો ASI સતિશ પટેલ)

સતિશ પટેલ કોર્ટના વોરંટ સમન્સ બજાવવાનું કામ કરે છે

જેનું વોરંટ નીકળ્યું હતુ તે વ્યક્તિ લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો

સુરતઃ કોર્ટ દ્વારા ઇસ્યૂં થયેલા ધરપકડ વોરંટ બાબતે હેરાન પરેશાન નહીં કરવા માટે રૂપિયા બે હજારની લાંચ લેતા રાંદેર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સતિશ પટેલ ઝડપાયા છે.જાણવા મળતી વિગત પ્રમાણે, સતિશ પટેલ કોર્ટના વોરંટ સમન્સ બજાવવાનું કામ કરે છે.રાંદેર વિસ્તારના એક વ્યક્તિ સામે કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યૂં કર્યું હતુ, જેને લઈને સતિશ પટેલ આ પોલીસ કર્મીના સંપર્તકમાં આવ્યો હતો.

સતિશે તેને કહ્યું કે, તમારી સામે ધરપકડ વોરંટ છે. જો તેમાં હેરાન ન થવું હોય તો રૂપિયા બે હજાર આપવા પડશે.જેની સામે વોરંટ નીકળ્યું હતુ તે લાંચ આપવા માંગતો ન હોવાથી સુરત એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.જે અનુસંધાને એસીબી નિયામક નીરવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબીના પીઆઈ  બી.ડી.રાઠવા અને તેમની ટીમે તાડવાડી ગોરાટ રોડના બ્રીજની નીચે હોટલ પાસે છટકું ગોઠવ્યું હતું.

ASI સતિશ પટેલ રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપાયો હતો, એસીબી ટીમે સતિશ પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાત એસીબી લાંચિયા અધિકારીઓ સામે સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક કર્મચારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં, જો તમારી પાસે પણ કોઇ કર્મચારી લાંચ માંગે છે તો તમારે પણ એસીબીનો સંપર્ક કરવો જોઇએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch