Thu,25 April 2024,3:30 am
Print
header

પાર્ટીમાં રહીને જ પાર્ટીને ખતમ કરવાનું કામ, આમ આદમી પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ સસ્પેન્ડ

સુરતઃ ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી તડામાર તૈયારીમાં લાગી ગઇ છે. જાણીતા પત્રકાર, ઉદ્યોગપતિ, સમાજસેવકો સહિતના અનેક લોકો આપમાં જોડાયા છે.  બીજી તરફ આપ પક્ષ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેના પરથી પાર્ટી કોઈ ગેરશિસ્ત ચલાવી નહીં લે તેલો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના સુરત જિલ્લા પ્રમુખ બટુક વાડદોરીયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તમામ હોદ્દાઓ તથા પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. તેઓ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારોને પાર્ટી વિરુદ્ધ ભડકાવી રહ્યાં હોવાની ફરિયાદ મળી હતી.  છેલ્લા ઘણા સમયથી છૂપી રીતે ભાજપની તરફેણ અને મદદ કરી રહ્યાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. કાર્યકર્તાઓને પદાધિકારીઓ વિરૂદ્ધ ઉશ્કેરતા હતા.

થોડા સમય અગાઉ પાલિકામાં શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નગરસેવકનાં સંખ્યાબળ પ્રમાણે ભાજપને 10 અને આપને 2 બેઠક મળે એમ હતી. પરંતુ ક્રોસ વોટિંગ થતાં આપે એક બેઠક ગુમાવી દીધી હતી, ત્યારે હવે પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરુ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch