Fri,26 April 2024,1:28 am
Print
header

દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવ વખતે બની ઘટના

પૂર્વ મંત્રી કુમાર કાનાણી શાળા પ્રવેશોત્સવમાં રહ્યાં હાજર

વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈને પ્રશ્નો કરાતા વિવાદ 

ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને સામે થયા હતા અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

સુરતઃરાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. સુરતમાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ શાળાના શાળા પ્રવેશોત્સવમાં બબાલ થઈ હતી. પૂર્વ મંત્રી કુમાર કાનાણી શાળા પ્રવેશોત્સવમાં હાજર હતા. જેમાં વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટને લઈને પ્રશ્નો કરાતા વિવાદ થયો હતો.જે બાદ ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને સામે આવી ગયા હતા અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

ભાજપ સરકાર દ્વારા આયોજીત 17મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 2,00,399 બાળકોએ પ્રાથમિક શાળાના ધો.1માં પ્રવેશ મેળવ્યો હતો.બીજા દિવસે 1,88,650 બાળકોએ ધો.1માં પ્રવેશ મેળવ્યો.બે દિવસમાં આ કાર્યક્રમ અંતર્ગત 3,83,567 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં 1244 દિવ્યાંગ બાળકો પણ છે.આજે શાળા પ્રવેશોત્સવનો છેલ્લો દિવસ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch