Thu,25 April 2024,10:08 pm
Print
header

સુરતમાં પંજા પર ફરી વળ્યું ઝાડુ, જાણો અત્યાર સુધીમાં કેટલી બેઠકો મળી

સુરતઃ રાજ્યમાં રવિવારે યોજાયેલી સુરત, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિત છ મનપાની ચૂંટણીના પરિણામે આજે જાહેર થઈ રહ્યા છે. પહેલી જ વખત સુરતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે. સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ પર નજર કરીએ તો ભાજપની 47 બેઠક અને આમ આદમી પાર્ટીની 13 બેઠક પર જીત થઈ છે. કોંગ્રેસ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 3 વોર્ડની ચાર-ચાર મળીને 12 બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો જીત્યા છે.

સુરતમાં વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી હતી એ પછી વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ તોડીને સોપો પાડી દીધો છે. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch